Thursday, 30 March 2017

ગઝલ

કાયા ભલે થોડી સુકલી થોડી માંદી છે,
ઈચ્છાઑ તો પહેલેથી મારી જેહાદી છે.

જુઠ્ઠો ચહેરો, જુઠ્ઠી આંખો ને જુઠ્ઠા વચનો,
આ બધાં છતા હ્રદય મારું સત્યવાદી છે.

ઠંડો ભૂતકાળ છે ને બળતો છે વર્તમાન,
ભવિષ્યની આશાઑ ઍટલે જ વરસાદી છે.

હું આરામ ફરમાવી લઉ છું રસ્તાઑ પર,
આકાશ મારી છત, જમીન રાજગાદી છે.

શતરંજમાં જ કેવળ હું ચાલ ચાલવાનો,
જીવન માટે મારી સમજ બહુ  સાદી છે.

- દિપક ઠાકર

No comments:

Post a Comment