જે પળે જાણીશ નાટક છે બધે સંસારમાં,
ના નહીં લાગે ફરક ધિક્કારમાં ને પ્યારમાં.
આ બધાયે માન ને અપમાન આભાસી નર્યા,
શ્વેત પદડે ફિલ્મ જેવા હોય છે અંધારમાં.
લાગશે કેવળ અભિનય હરપળે અવસર સહીત,
ભલભલા સુખદુઃખ પછી ઉડી જશે પળવારમાં.
વાસનાની વાત હો કે હોય ભક્તિની પછી,
લાગશે વાણી અને વર્તન ઘણા હુંકારમાં.
કોઇ ના જાગી શકે ના ઊંઘ અસલી કોઈની,
જાય જાગી સ્વપ્નથી એ જણ હશે બે ચારમાં.
-રાજેશ વ્યાસ મિસ્કીન
No comments:
Post a Comment