મારા સુધી જ વાત હો પંડિત થવું નથી,
નાં એમ કોઇના બળે સ્થાપિત થવું નથી.
ઉત્તર દઈ તડાફડ કાફિર થવું નથી,
સામા પ્રવાહને તો ય આધિન થવું નથી.
ને થઇ સવાઇ મારી સમીક્ષા ય હું કરું,
ખુદના આ એક હક્કથી વંચિત થવું નથી.
** " નિશિ " **
ઓળખ ચહું સદા બસ ખુદના જ આયને,
અજવાળતો મને છતાં નિશ્ચિત થવું નથી.
આકાર શૂન્યનો ધરું જા એ કબૂલ ! પણ
વિંધાઇ સત્ય જેમ કૈ શાપિત થવું નથી.
ભેગા સમયની દાદ મળે એમ પણ બને,
હા હામ રાખું ! સાવ જ આશ્રિત થવું નથી.
શાને ય છેતરું વળી મારા ' હું ' ને કદી,
કે ભીડમાં વિખાઇને સાબિત થવું નથી.
** " નિશિ " ***
No comments:
Post a Comment