Saturday, 29 April 2017

ગઝલ

પ્રેમના પ્રકાશિત પ્રિયેના પરગણામાં આજ
મારી આ જાતને ભીતરથી બરાબર ફંગોળી

દિલના નિર્દોષ આંગણામાં ઉભરાઈ અદ્રશ્ય
સ્નેહનાં રંગોની એક રમ્ય રસભર રંગોળી

આ નભે વાદળમાં ઝબુકી ઝબુકી ને ડરાવે
વ્હાલની ચમકતી ચાબુક જેવી વેરણ વીજળી

એનું એક સ્મિત જાણે પ્રેમથી ભરી પિચકારી
તો ખેલાઈ ગઈ એક વગર તહેવાર હોળી

આમ જુવો તો આમાં અમે લૂંટાઈ ગયા સાવ
ને ભવ્યતાથી ઉભરાઈ ભીતર ભરપૂર ઝોળી

ને પાંપણના દ્વાર ખખડાવી મધરાતે જગાડી
સ્વપ્નમાં આવી એ નિર્દોષ સુંદર જાત ભોળી

એક રેશમી ચમકતા બેબૂઝ અંધકાર વચ્ચે
મેં મારી જાતને મખમલી સ્પર્શમાં રગદોળી

"પરમ" અંતર અનુભૂતિ શબ્દમાં કીધી આજ
કે "પાગલ" કરી ગઈ એના અધરોની પંખૂડી

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment