Monday, 17 April 2017

ગઝલ

કાંધે ક્રોસ ઉપાડવાની, એને શી જરૂર હતી ?
આટલું બધું વેઠવાની, એને શી જરૂર હતી?

માથે કંટાળો મુગટને, વહેતું સતત રુધિર,
ત્રણ ત્રણ વાર પડવાની, એને શી જરૂર હતી  ?

આખા જગતનો તાત, પરમેશ્વરનો પુત્ર ;
રૂપિયા ત્રીસમાં વેચાવાની, એને શી જરૂર હતી ?

અસહ્ય હશે એ ચાબખા ને અનહદ પીડા;
મૌન આટલું રાખવાની, એને શી જરૂર હતી  ?

મારા દોષે મારા પાપે મને ઉગારવા કાજે ;
માનવતા બચાવવાની, સાચે બહુ જરૂર હતી!

ત્રણ દિવસની શાંતિ,  ફરી વિજયોત્સવ ,
મોતને માત આપવાની, સાચે બહુ જરૂર હતી !

હિમાંશુ મેકવાન
૧૪.૦૪.૧૭

No comments:

Post a Comment