Monday, 17 April 2017

ગઝલ

જિંદગી  પૂછે સવાલો  કયાં  જવું  ?
રોજની સઘળી  ધમાલો કયાં  જવું  ?

કોયડા ની જાળ  જેવી  જિંદગી,
  માણસે  જૂદા ખયાલો કયાં  જવું  ?

પી શકો તો પી લઈ  ચાલી  શકો.
વાટમાં  ઢોળી પિયાલો કયાં  જવું?

ઉપવનો સૌંદર્ય નાં  ચારેતરફ ,
આંખની  છોડી  કમાલો કયાં  જવું?

એકલા  ઉડવાની મજા તો  હોય છે,
મોજનો  છોડી  રસાલો કયાં  જવું. ?

ફૂલની વ્યથા હશે  કેવી  વિકટ ?
બાગમાં  બેઠી  બબાલો કયાં  જવું  ?

આમતો આઝાદ  મારી  જિંદગી,
વ્હાલની  તોડી  દિવાલો કયાં  જવું  ?
દાજી

No comments:

Post a Comment