.........વગર......
આંખની શોભા નથી પાંપણ વગર,
ને નયન લાગે સુના કામણ વગર.
વૈભવી છે ,પ્રેમની બેંકો છતાં,
પ્રીત જગમાં થાય છે થાપણ વગર.
પ્રેમ તૃષ્ણા હોય છે મૃગજળ સમી,
મનડુ મૃગ થઇ ને તરસતું રણ વગર.
આચરે છે દૂષણો સૌ અંધ થઇ,
જાત દેખાતી નથી દપૅણ વગર.
છે વિષેલા સંબંધો જગમાં 'કસક',
વિષ હણાશે નૈ અહી સમજણ વગર.
-સંદિપ પટેલ"કસક"
(ગાલગાગા ગાલગાગા ગાલગા)
No comments:
Post a Comment