ગીત
થાકી પાકી સાંજ ઢળે ને દીવો અંધારૂં પ્રગટાવે ,
ત્યારે કોને જઈને કહેશો ?*
ધીરે ધીરે ચાંદલિયો અવની પર અજવાળું પથરાવે,
ત્યારે કોને જઈને કહેશો ?
રણઝણતી ગાયોની ઘુઘરીએ વહેતું ગોવાળોનુંગીત;
એણે તો ઉડતી ગૌધૂલી સંગ ભવોભવનીબાંધીપ્રિત.
ધૂળિયો મારગ સાચવતો પગવાં તણી કૂણેરીભાતો ;
પગલે-પગલાં સળવળે જોને લઇ બાળપણાનીરીત.
સંધ્યા સલુણી યૌવનની યાદોમાં નવ-નવ રંગભરાવે,
ત્યારે કોને જઈને કહેશો ?
તરસી આંખલડીમાં શમણાંની સોગાદો જોલ્હેરાવે,
ત્યારે કોને જઈને કહેશો ?
દિનભર પેલાં થાકેલાં પંખી માળામાં પાછા ફરશે;
ને હૈયે હૈયું પરોવી પછી અમરત ઓરતા વ્હોરશે.
પાદર બેઠી સાંઠીની ઝૂંપડીએ શ્વાસ ભોળા હાંફે ;
હળવે હળવે આળસ મરડી વગડો કૂંપળ થઈફૂટશે.
પારેવાં એની પાંખલડીમાં રૂડા અવસર ચિતરાવે,
ત્યારે કોને જઇને કહેશો ?
ધીરે ધીર ચાંદલિયો અવની પર અજવાળું પથરાવે,
ત્યારે કોને જઈને કહેશો ?
રમણ પરમાર(ભાવનગર) તા૧૩/૪/૧૭ ગુરુવાર
ગીત લખવાનો પ્રયત્ન કર્યો છે.🙏
No comments:
Post a Comment