Monday, 17 April 2017

ગઝલ

આંગણમાં મીઠો અવસર છે,
પાંપણમાં આખું સરવર છે.

છું આભારી હું યાદોનો,
મળવાને નજરો તરવર છે.

આંખો મીંચી પડખું બદલું,
સંગે સ્વપ્નો તો પળભર છે.

પંપાળું છું ઝખ્મો થોડાં,
એમાં જો દર્દો તળભર છે.

જીવન આખું હારી બેઠો.
આજ 'કજલ' દેખો ક્ષણભર છે.

કશ્યપ લંગાળિયા "કજલ"

No comments:

Post a Comment