***ખાલી ઘડાઓ -પ્રકાશ પરમાર
ખાલી ઘડાઓ આમ છલકાયા કરે ..!
પરખંદા એ જોઈ મલકાયા કરે....!
ખાલીપાનો ભાર લઈને જીવવાનું
હવા જેવી જાતને શું સીવવાનું...!
પોલાણમાં પોતાના જ પડઘાયા કરે..!
ખાલી ઘડાઓ આમ છલકાયા કરે ..!
એક કાંકરી ભરમ તોડવા બનશે કારણ
હોવાપણાના ભાસનું થાશે નિવારણ
પોકળ ઈચ્છા અમથી ધરબાયા કરે
પરખંદા એ જોઈ મલકાયા કરે....!
ખાલી ઘડાઓ આમ છલકાયા કરે ..!
પરખંદા એ જોઈ મલકાયા કરે....!
(સુરત)
No comments:
Post a Comment