હતો હું પથ્થરનો ટૂકડો ,
તરાસ્યો તમે ને ભગવાન થઇ ગયો ,
હતો હું રસ્તે રઝળતો ,
મૂક્યો મસ્જિદમાં ને રહેમાન થઇ ગયો .
હતી કિંમત કોડીની મારી ,
આવકાર્યો તમે એટલે મહેમાન થઇ ગયો .
હતો સાવ લુખ્ખો ને કડકો ,
મળી મહોબત ને ધનવાન થઇ ગયો .
હતો અક્કલનો ઓથમીર ,
મળ્યાં તમે ને બુધ્ધિમાન થઇ ગયો .
હતું ન ઠેકાણું કોઇ જાતનું ,
આગમને તમારા જાતવાન થઇ ગયો .
મારતો કાયમ ભૂસકા ભૂતકાળમાં ,
સગે તમારા 'જશ' વર્તમાન થઇ ગયો .
જશુ પટેલ
૧૦-૦૪-૨૦૧૭
યુ.એસ.એ.
No comments:
Post a Comment