Tuesday, 4 April 2017

ગઝલ

લાગણીના મોરચા મંડાય છે !
સાંજ, કોફી ને નશો જોડાય છે !

રાતદિવસ સૂર્ય જ્યાં જંપતો નથી,
ત્યાં હવા સ્પંદન બની વીંટાય છે !

શું ય લખતી કાગળોભીના થતા,
મૌન વરસોનું સજનરેલાય છે !

બાહમાં લઈ વાર ના કર તું સનમ,
પ્રેમમાં એ બેવફાકહેવાય છે !

શબ્દને પડકારનાર્ કવિ કેટલા ?
છંદ નોખા ને ગઝલ રોળાય છે !

*** નિશિ ***

No comments:

Post a Comment