પ્રેમની જંગમાં હવે તોતે હિસાબ માંગે છે.
વેદનાથી ભરેલી હવે તોતે કિતાબ માંગે છે.
ડાયરી હવે તો પડી મેદાને રણમાં લડવા
ગઝલથી છુટા પડેલા શબ્દો જવાબ માંગે છે.
શબ્દોની રમતમાં ચાલ ચાલી તે જીતી ગયો,
મને હરાવી પ્રેમમાં તે હવે ખિતાબ માંગે છે..
સાકીને નશામાં ચક્ચુર કરી ચાલ્યો ગયો,
લો !મારા જ હાથે તે ફરી શરાબ માંગે છે..
હું ફફડું છું તેની ફેંકીલી જાળમાં હવે તો,
શરીર ના ઉઝરડા "યશવી" નકાબ માંગે છે....
રૂપાલી ચોકસી " યશવી"
No comments:
Post a Comment