Tuesday, 4 April 2017

ગઝલ

ગઝલ

કડતાલ લઈ ગણ,નાચતા શ્રીધર સુધી ગયા
શિવ નાથ,કઈ રીતે તમે અંતર સુધી ગયા ?

કણ-કણ કરા છે! આભ આધારે વહે નદી
ગંગા જટામાં રાખતા જળતર સુધી ગયા

માયા ધણા રંગે લજાણી,કામદેવ જે
સમસાન બાળે મોહને તંતર સુધી ગયા

લાગે બધા આજે અજાણ્યા ! જીવ કેમ છે?
માત-પિતા સાથે હવે ભણતર સુધી ગયા

જપ,તપ,ભજન,સતસંગ તારે(તારણ),હરિ ચરણ મળે
મા'દેવ ભોળા ! છું ભગત જન,ઘર સુધી ગયા!

આત્મા ધણી તરસે,વટેમાર્ગી  હવા કહે!
મોક્શ લખાવે યાતના મંતર સુધી ગયા

અવતાર લીધા અંગધારી,પ્રાણદેવ તે
કારણ અમે,તારણ તમે જંતર સુધી ગયા

આરાધના તે સાધના!યોગી તમે થયા
કૈલાસ પર નંદી કહે ખેતર સુધી ગયા !

જાગૃતિ મારુ મહુવા  "જાગુ"

No comments:

Post a Comment