Tuesday, 2 May 2017

ગઝલ

પથ્થરની આંખો પણ આજે ભીની છે,
કેમ   અહલ્યા  મરતાં મરતાં જીવી છે.

છોડી દીધી છે વનમાં  અબળા સ્ત્રીને,
સીતાનાં  પગમાં   પીડાની  ખીલી  છે.

યમરાજા  પાસેથી  પ્રાણ પરત લાવી,
સાવિત્રીએ  જીવન  બાજી  જીતી છે.

શબ્દોના ૠણ ચૂકવતો શિવ પોઠિયો,
ઘાંચીનાં  બળદે  જાત ઘણી પીલી છે.

કાજલ કાંજિયા 'ફિઝા'
1/5/2017

No comments:

Post a Comment