Tuesday, 2 May 2017

ગઝલ

એક આકાશનો ટુકડો જો ખાલીપાને તરશે
તો આ મરુસ્થલમાં પણ મેઘરાજ વરસે

મારી આ સુકી આંખોમાં એક ભીનો ઇન્તજાર
ને પ્યાસ મારી આંખોની એક મૈખાનું ઝંખે

ઝુલ્ફ તારી ગૂંચવાઈ આ હવાઓના ઈશારે
તો ઉલઝન આ દિલની મુજ એને જ ઝંખે

નૈસર્ગિક તમન્નાઓને કેમ કરીને સમજાવું
કદમ આ મારા બસ તારી જ ગલીને ઝંખે

તારું નામ લખું ને આ લહરો ભૂંસી જાય
તોય આવારગી દિલની ફરી ફરીને લખે

ઉછળતા અરમાનોની ભરતી બની બેકાબૂ
તું હવે આવે તો જ આ અંતરમાં ઓટ આવે

આલિંગન આ તેજ હવાઓની બાહોનું મને
જકડે છે તો મન મારું એ જ પ્રથમ મિલન ઝંખે

હેડકીઓએ આખી રાત જગાડ્યો છે મને "પરમ"
"પાગલ" શું કામ તું મને યાદ કરી કરીને ડંખે

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment