Friday, 16 June 2017

ગઝલ

વાતમાં વાત પણ થતી થઈ ગઈ,  
એ પરી આવતી જતી થઈ ગઈ.

કોઈ  સંજોગે  પ્હાડની  નીચે,
સાન્ઢણીઓ ય ઝૂકતી થઈ ગઈ.

અશ્રુઓ જ્યાં જળે પડ્યા તારા,
માછલીઓ ય જીવતી થઈ ગઈ.

પાંદડે   પાંદડે   કર્યા   પગલાં-
વૃક્ષ ભીતર હવા છતી થઈ ગઈ.

એમ  અર્ચુ  તને   ગઝલ   મિષે
કે,ગઝલ જાણે આરતી થઈ ગઈ

        ભરત ભટ્ટ

No comments:

Post a Comment