Friday, 16 June 2017

અછાંદસ

*પડછાયો*

પડછાયો એટલે કાયાની માયા કે છાયા.
માનવીનુ અભિન્ન અંગ.
સમય મુજબ નાનો મોટો થયા કરે.
કયારેક આગળ તો કયારેક પાછળ.
હંમેશા સંતાકુકરી રમ્યા કરે.
અંધકારમાં છુપાઈ જાય.
પ્રકાશની રમતમાં વિવિધ આકાર રચાવે.
ભૂલભૂલામણી રચાવે.
મારા સુખ દુખનો સાથી.
મારો પડછયો ...
મારી જ છાયા ..

કાજલ
કિરણ પિયુષ શાહ
15/06/17

No comments:

Post a Comment