નજરથી નજર મેળવી, સાથે ચાલવાની ક્ષણ શોધુ છુ,
જાતમાં જાત ઓગાળી, એક ઓળખની ક્ષણ શોધુ છુ...
સમયને થીજાવવાનુ અમારૂ ગજુ ક્યારેય નહોતુ
રફ્તાર પકડેલા વખતમાં એમને ભુલવાની ક્ષણ શોધુ છુ...
વૃંદાવન સમ એ નગરમાં ભુલા પડવા ફરવુ નહોતુ,
ભટકેલી રાહ ને પરીચીત ઝરૂખો મળે એવી ક્ષણ શોધુ છુ...
નાદાન રહીને સ્મરણોને ખોતરતા આવડતુ નહોતુ,
નીત અતીતને જીવંત રાખવા ગુલમહોરી ક્ષણ શોધુ છુ...
...પુનીત સરખેડી
No comments:
Post a Comment