જીવન રેલમછેલ કબીરા,
કઠપુતળીનો ખેલ કબીરા.
વાવડ છે ફોરાં ના આજે,
નાચે આંગણ ઢેલ કબીરા.
ઊંચું માથું લઇ જે આવે,
પાછું એને ઠેલ કબીરા.
પાવન હો કે હો પાપી પણ,
ગંગા ધોવે મેલ કબીરા.
સાથે રે'તા સુખ દુખ કાયમ,
ભાગ્યે હો તે ઝેલ કબીરા.
ભક્તિ હું જો કરવા બેઠો,
નિકળી ગ્યા જો તેલ કબીરા.
મનનો કચરો આજ ઉડાડી,
કેવી નિકળી રેલ કબીરા.
જયલા જયલા કરતા'તા જે,
ખેલી ગ્યાં કૈં ખેલ કબીરા.
@@@ જયલા
No comments:
Post a Comment