કદી અગ્નિથી જળ દઝાડીને જોયું,
કદી આગ જળમાં લગાડીને જોયું.
હું મારી જ અંદર સમાયો નહીં,
ઉપરથી નીચે કદ ઘટાડીને જોયું.
ન એણે સૂણ્યુ કોઈનું કંઈ કશું, તો,
એના કાનમાં બૂમ પાડીને જોયું.
તું હારીને જીતે હું જીતીને હારું,
અમસ્થુ અમસ્થુ રમાડીને જોયું.
તમે ને ગઝલ સામસામે ઊભા હો,
ને ,મેં છેદ ત્યારે ઉડાડીને જોયું.
ભરત ભટ્ટ
No comments:
Post a Comment