Tuesday, 8 August 2017

ગઝલ

જીવ તાળવે

આ  જમણે  ફુગ્ગાઓને  કોણ ભરે છે હરિયા?
આ  ડાબી બાજુ લબડબ્ કોણ કરે છે હરિયા?

આ  બબ્બે સૂરજ સળગાવ્યા કોણે આંખોમાં?
આ બંધ બારણે ધબધબ કોણ ફરે છે હરિયા?

વાંસવન   મહીં   વાંસળીઓ   ખોડી છે કોણે?
વીંધી  વાંસળી  સનનન  કોણ  સરે છે હરિયા?

પાંપણના       બંધોના     દરવાજામાં     થઈને
શ્રાવણ   ને   ભાદરવો  કેમ  ઝરે  છે   હરિયા?

બાવન   બારી   બંધ    કરી   પૂર્યો   જેને    એ
જીવ  તાળવે  ચોંટ્યો  કોણ   હરે  છે  હરિયા?

- હરિહર શુક્લ
૧૮-૦૫-૨૦૧૬/૦૬-૦૮-૨૦૧૭

No comments:

Post a Comment