Tuesday, 8 August 2017

ગઝલ

''મિત્રતા''

''મળે છે મિત્રો, મન મળી જાય છે,
ખોવાયેલી ખુશીનું પગરણ જડી જાય છે

અંટવે છે એકલતા મને જો કદી ,
ભેરુ ભળે ને ભવ્યતા ફળી જાય છે,

છુપાવી લઉ જો દુઃખ- દર્દ કદી જો
ગૌરવ છે દોસ્ત, આંખ મારી કળી જાય છે ,

અસર જરૂર દુવાઓમાં હશે આપ સૌની,
આવનારી આફત એમ જ ટળી જાય છે
                            -મનન
                      (મનુ.વી.ઠાકોર)

No comments:

Post a Comment