Tuesday, 8 August 2017

ગઝલ

સમજ પડે ના ત્યાં સુધી આ મૌન વાંચવું પડે.
પછી અધર ઉપરના હાસ્યને ઉકેલવું પડે.

સતત રહી શકે તું આંખ સામે એજ કારણે,
ઘણું બધું અહીં નવું નવું વિચારવું પડે.

દરદના એ લગાવની હ્રદયની વાત સાંભળી
ઘણી વખત સખી પીડાને પણ નરમ થવું પડે.

ખુદાથી પણ ઘણાજ  દૂર નીકળી ગયા છતાં
ફરી ફરી આ ઘર તરફ ચરણને આવવું પડે.

સમય મુજબ પરત ફરી શકે અને ઉગી શકે
હા, એટલા જ માટે સાંજે આથમી જવું પડે.

અદિશ

No comments:

Post a Comment