હું ચાહું છું તને એમ ચાહ ને મને,
એય ગાંડી પ્રેમ તું પણ કરને મને.
શોધવાથી શું નથી મળતું કહેતો,
મળી કદાચ ઈશ્વર પણ જાય મને.
છે અવિરત અને અનહદ પ્રેમ છતાં,
છે કબૂલ કે નથી જ તું મળવાની મને.
ન વરસી શકે ધોધમાર વરસાદ જેમ,
થોડી વાંછટ થી તો જરા ભીંજવ મને.
સહી શકું છું પારાવાર વેદના હું પણ,
તારા થી મળે દર્દ એ ના સહેવાય મને.
છે જ અગર સાચી મહોબત તો બોલ,
ક્યારે મળશે પ્રેમ ની તારા સુવાસ મને.
ના મેળવી શક્યો પ્રણય તારો પણ જો,
મળી છે અધૂરી કેટલીય ઇચ્છાઓ મને.
~ધર્મેન્દ્ર સોલંકી.
૧૦:૩૫, ૦૮/૦૮/૧૭
No comments:
Post a Comment