Tuesday, 8 August 2017

ગઝલ

*તરહી*
*કવિ શ્રી જલન માતરીજી*
*પંક્તિ:ખુદા શબ્દ છે તો ખુદા       પણ હશે*
*==================*
ખુદા શબ્દ છે તો ખુદા પણ હશે,
ધરમની અહીયા ધજા પણ હશે.

મને  ક્યાં ખબર શું સફરમાં હશે?
દવાનાં  પછી  તો દુવા પણ હશે.

વધીશું   ગઝલનાં   પ્રવાહે  અમે,
વિચારે  વિચારે  મજા  પણ હશે.

જવું   છે  સમયનાં  વહાણે  મને,
નદીના  ગરભમાં વ્યથા પણ હશે.

મજાની   રહેશે   સખાવત  બધી,
યથાવત  રહેલી  પ્રથા  પણ  હશે.

નકામા    નઠારા    ખયાલો    ઘડે,
વફામાં  અમારી  સજા  પણ હશે.

વરસતા  ચમકતા  અષાઢે   ભલા,
ગરજતા ગગનની ખતા પણ હશે.

નયન  આ  અમારા  શરાબી થશે,
નજરમાં ગુલાબી સુધા પણ  હશે.

સમેટી   હવાની   સુવાસો   બધી,
નશામાં ઝુમેલી "ફિઝા" પણ હશે.

*કાજલ કાંજિયા "ફિઝા"*
*19/8/2016*

No comments:

Post a Comment