મળી છે એક ગાથા વાંચજો
છે માણસની માણસ બની વાંચજો.
તૂટીને થયો છે હજાર કટકા
એકાદ કટકો હૈયેથી સાચવજો.
લખાયો નિરંતર ને કોરો રહ્યો
બુંદ એક સ્યાહીથી હવે ભીંજવજો .
ઉકેલાતો ગયો હર બાર ગૂંચવાયા વગર વગર આંટીએ સીધા દોરે ગૂંથજો.
ભાંગીને પણ સમેટાયો અકબંધ
વગર તિરાડે હવે દીવાલે ચણજો.
હસતો હસતો રડી પડ્યો છે
હર દર્દે હવે દિલાવર જાણજો .
મળી જાય આ ભીડમાં ક્યારેક "નીલ"
આ માણસ તો મન મૂકીને મળજો .
ભીંજાવાય તો ચોક્કસ ભીંજાજો
એકમેકના હૈયે આજ તો આખું ચોમાસુ બેસાડજો.
રચના: નિલેશ બગથરીયા
અટક્યો બંધ બારણે
આવ્યો ના પછી કોઈ તારણે .
વાસી હશે સાંકળ કોઈ કારણે
વળ્યાં ના કદમ પાછા કોઈ કારણે.
પ્યાસ વધી છે હવે આ રણે
પણ કેમ કરી જાઉં ઝાંઝવાના શરણે.
નીકળી તો જાઉં ક્યાંય સુધી ભ્રમણે
આવી રસ્તાઓ સઘળા અટકે લમણે .
નથી હવે ક્યાંય ખૂણે ખાંચરે
ને તોય આવી પજવે શમણે .
આંખોને તો સમજાવી જાણે
હૈયું આ ધડકને ધડકને વાગોળે.
લટાર એ ગલીની "નીલ" હવે કશું આપે?
છતાં અટવાઈ ઉરે ફરી એક આંટો ખાલી ઝરૂખો નિહાળે.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
No comments:
Post a Comment