Friday, 1 September 2017

ગઝલ

મોતનું કાવ્ય ભાગ-૭

##જાય છે##

આંખ સામે ધરામાં ભળી જાય છે,
જિંદગી રેત થઈને  સરી જાય છે.

સાથ ચાલે સદા હાથ પકડી એ પણ ,
અંતમાં દાગ દઈને ફરી જાય છે.

છેતરી જાય છે  જિંદગી; એ પછી,
મોતની મેજબાની મળી જાય છે.

એક આ  ફુલ માટે તરસતો હતો,
હારના આજ ઢગલા વળી જાય છે.

પાપ છે કેટલા નામ પર ક્યાં ખબર !
બેસણે સૌ હિસાબો કરી જાય છે.

-સંદિપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment