Friday, 1 September 2017

ગઝલ

ના રહ્યું

હોઠ  છે  ભીડાયલા!
બોલવાનું  ના   રહ્યું!

દ્વાર  વાસ્યા તે પછી
ખોલવાનું   ના  રહ્યું!

ના   ઉગેલા    વૃક્ષને
છોલવાનું  ના   રહ્યું!

ના મદારી ને ન બીન!
ડોલવાનું   ના   રહ્યું!

શામળાને     ત્રાજવે
તોલવાનું  ના   રહ્યું!

- હરિહર શુક્લ
  ૨૩-૦૮-૨૦૧૭

No comments:

Post a Comment