Friday, 1 September 2017

ગઝલ

ઉભો રહે તું અહીં માણસ થવા દે મને;
માણસ થવાની કશે જો હો'દવા દે મને!

આડો ઉભો રાખી તેં બહું કોતર્યો છે મને;
લે આખરી વાર કર સીધો જવા દે મને!

આવા સમયમાં ઘણું ચર્ચાવું સારું નથી;
જો તેલ ખુટવામાં છે તું બસ હવા દે મને!

આ જાતના મીણથી અજવાળવી છે ગઝલ;
તારી સમીપે હવે  તું આવવા દે મને!

આ જિંદગી છે સફળ તો કેટલી શી ખબર?
છેલ્લો દિ'છે જીવ તું બસ માપવા દે મને!
મણિલાલ જે.વણકર !

No comments:

Post a Comment