Friday, 29 September 2017

ગઝલ

હસ્તિ મધ્યબિંદુની અને વિસ્તાર પરિઘની પેલે પારનો
હિસ્સો હુંયે બની ચુક્યો એક ક્ષણમાં એક અવતારનો

ભૂમિતિ ભવ ભવની અટવાણી અનંત રેખાઓની પાર
ત્રિવિધ તાપના ત્રિકોણે કોયડો ઉકેલાયો ચોથા કોણનો

આંકડાઓ જોડી જોડીને તારણ અંતે એકજ હાથ લાગ્યું
ખુદ હું નીકળ્યો સરવાળે હિસાબ અનંત શૂન્યોના જોડનો
 
હરિતકણની નોંધ ક્યાં લેવાઈ છે કદી વસંતના વૈભવમાં
ને જમાનો રસ લેતો રહ્યો સદા પાનખરના પથરાવનો

કદાચ તમે ના સમજી શકો વલણ મારી નિખલાસતાનું
તેથી જ બોજ ખેંચું છું વજન વગરની લાગણીના ભારનો

જન્મી આસ્તિકતા અચાનક નાસ્તિક્તાની પરાકાષ્ઠાએ
ને બે શબ્દો વચ્ચે પત્તો લાગ્યો મારી અસલી તાસીરનો 

ભટકન અંતે ખેંચી લાવી ખુદના જ "પરમ" મધ્યબિંદુએ
"પાગલ' ને પત્તો જ ન લાગ્યો ખુદની ધડ્કનના અણસારનો

ગોરધનભાઈ વેગડ (પરમપાગલ)

No comments:

Post a Comment