ફૂલ જેવું આવરણ ને રૂપ મનહર જોઈએ;
સાથેસાથે ભીતરે સાકાર સગપણ જોઈએ.
રંગ બીજું કંઈ નથી આવકારે સ્નેહવશ;
-તો ભ્રમર કે માળીમાં ના કોઈ અંતર જોઈએ.
છે સુગંધી ફૂલનું હોવું ને તેથી પોતીકાં;
ભીતરે એવાં જ હ્રદયો ભીનાં લથબથ જોઈએ.
શબ્દનો જો સાથ પામ્યા એટલું પૂરતું નથી;
પૂરતા ઇતિહાસનો આંબો ય આંગણ જોઈએ.
કોઈ કારણ જો ગમ્યું તો પોતીકું માની ન લે;
એવું એવું થાય ત્યારે મિત્ર; હાજર જોઈએ.
17:52 ------ ગુણવંત ઉપાધ્યાય
30092017
No comments:
Post a Comment