ફુલ છે તું ડાળની સામું ન જો,
આંખે અશ્રુમાળની સામું ન જો,
દોડે આપોઆપ આ રસ્તો અહીં,
ઓ ચરણ! તું ઢાળની સામું ન જો,
પાંખ તારી ક્યાં સલામત છે ભલા,
આભ જો તું,જાળની સામું ન જો,
ચાલતો રે' જે ખભે સુખ ઉંચકી,
દુઃખના વૈતાળની સામું ન જો,
ફુંકશે ચાડી કપાળે કરચલી,
તું હવે ઘડિયાળની સામું ન જો,
છે હલેસાં હાથ તારા તો પછી,
નાવ જો પેટાળની સામું ન જો.
મૃત્યુના એ દેવતા છે સાચુ પણ,
શિવ જો તુ કાળની સામું ન જો.
શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment