Friday, 1 September 2017

ગઝલ

=== ગઝલ ===
આંગળીઓ કાનમાં નાખ્યાં પછી,
વાત શું દિલની કરું, દુખ્યા પછી?

માત્ર જો ખારાશ હૈયામાં હશે,
*લોક થૂંકી નાખશે ચાખ્યા પછી.*

લે, ભલે સંબંધની એગ્ઝામ લે,
લાગણીનો કોર્ષ તેં શીખ્યા પછી.

મૂલ્ય સાચું તોય આંકી નહીં શકો,
પ્રેમ સાથે જિંદગી જોખ્યા પછી.

નામ મારું ભૂલવું આસાન છે?
આટલાં વર્ષો સતત ગોખ્યા પછી.

સારા યજમાનોમાં મારી ગણના થઈ,
દુઃખને પણ પ્રેમથી પોંખ્યા પછી.

જિંદગીનું તીવ્ર 'મંથન' થાય છે,
મોતનું અંતિમ રતન દેખ્યા પછી.
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment