ગીત:
ચાલ ફૂલોના પડછાયા ઝીલીએ,
મીઠાં વ્હાલનાં ધબકારા વીણીએ.
ચંચળ ચંચળ તેજ તારું,
એમાં શોધું હું સ્વરૂપ મારું,
ઉગતા સૂરજને ઉરે ભરીએ,
ચાલ ફૂલોનાં પડછાયા ઝીલીએ.
ખિલ્યું અંગ ધરાનું આજે,
વસી ગયો ઈશ તેનાં શ્વાસે,
ક્ષણ ક્ષણમાં ખુશી શોધીએ,
ચાલ ફૂલોનાં પડછાયા ઝીલીએ.
ચાલ ફૂલોનાં પડછાયા ઝીલીએ,
મીઠાં વ્હાલનાં ધબકારા વીણીએ.
*કાજલ કાંજિયા "ફિઝા"*
*1/9/2017*
No comments:
Post a Comment