રસ્તા કોઈ જીવનના બદલાવી ગયા,
આ પ્રેમમાં ક્યાં આપણે આવી ગયાં ?
કોઈ બધી વાતે અહીં ફાવી ગયા ,
સંજોગ કોઈને તો તરસાવી ગયા !
ના પ્રેમ એ આપી શક્યાં, કાંઈ નહીં !
સપનામાં આવી પ્રેમ વરસાવી ગયાં !
આવ્યાં ભલેને બે ઘડી માટે તમે,
મારું તો જીવન આખું મહેકાવી ગયાં !
હા, સાંજ કાયમ છે ઉદાસીથી ભરી !
સૂર્યાસ્ત કોઈ દિલ ત્યાં બહેલાવી ગયા !
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment