Sunday, 1 October 2017

ગઝલ

અટવાયો

હું  જીવવા  ને   મરવાની  વચ્ચે  અટવાયો!
ને  ખોવાવા    જડવાની   વચ્ચે   અટવાયો!

        તું  દેવા  આશિષ  હતો  તૈયાર, ખબર   છે!
        હું  નમવા  ના  નમવાની   વચ્ચે   અટવાયો!

હોઠ  મરકવામાં, આંખો  ભીંજાઈ જવામાં!
હું  હસવા  ને   રડવાની   વચ્ચે   અટવાયો!

        અટવાતાં અટવાતાં આવી ગઈ મંઝિલ પણ
        હું   ચડવા   ને   પડવાની   વચ્ચે અટવાયો!

બાવન    બારી, બે    દ્વારો   ને    ડોકાબારી
બંધ   થવા, ઉઘડવાની    વચ્ચે   અટવાયો!

        મિત્રોએ   તો    આગ   લગાવી   ને   સંકોરી
        હું   બૂઝવા ના   બૂઝવાની  વચ્ચે અટવાયો!

સાત સમંદર  પાર  કરી  દઉં હું  હરિયા પણ
હું   ડૂબવા   ને   તરવાની   વચ્ચે  અટવાયો!

- હરિહર શુક્લ
  ૨૩-૦૯-૨૦૧૭

No comments:

Post a Comment