Friday, 27 October 2017

ગઝલ

જે   હોય   પોતીકા   એજ   અંજાન  બને  છે,
ત્યારે   જ   ઘરો   જંગએ   મેદાન   બને    છે.

એ   હિંદુ   બને   છે,  એ  મુસલમાન  બને  છે,
છે   નામ   ધરમ   જેનું   એ   તોફાન  બને  છે.

ઉપમા  જેને  માણસની  ન  આપી  જ શકાયે,
એવાય  ઘણા  છે  કે   જે   વિદ્વાન   બને   છે.

સ્વાગત    કરીને   જ   હવે   થાકી   જઉં   છું,
જખ્મો   રોજ   મારા   જ   મહેમાન  બને  છે.

"જયલા"ને નથી ડર કે એ માણસ છે એનો, પણ
બસ  ડર  એટલો  છે  કે  એ  નાદાન  બને  છે.

@જયલા

No comments:

Post a Comment