Friday, 27 October 2017

ગઝલ

બસ  લોપ  થઈ  જાય  સમજ  અંત સમયમાં,
સઘળીય   મટી  જાય  ગરજ  અંત  સમયમાં.

મરતા   અને  બળતા  ભલેને  જિંદગી  ગુજરે,
થઈ જાય છે જીવન આ સહજ અંત સમયમાં.

આવ્યા  જે  બધા  એમને  સૌ  આપી  મેં દીધું,
રાખ્યું   ન   અમે   કોઈ  કરજ  અંત  સમયમાં.

આવ્યો   ન   ખુદા   યાદ   મને  કોઈ  દિવસ, ને
શ્રદ્ધાથી   કરી   છે  મેં  અરજ  અંત  સમયમાં.

ધારો   નહીં  ને  એજ  બની  જાય  છે  કાયમ,
બસ  એટલે  ચૂક્યો  છું  ફરજ  અંત સમયમાં.

@જયલા

No comments:

Post a Comment