જાણીબૂઝી આગમાં લગભગ મૂકું
લે, હું ધગતી રેત ઉપર પગ મૂકું
કેટલા શબ્દોથી તું રીઝી શકે ?
કાગળોના કેટલાં હું ઢગ મૂકું ?
કૈં વખત દોરી ઉપર ચાલ્યા કરુ
કૈં વખત પોતાને હું ડગમગ મૂકું
એક આખા જીવમાં પ્રોવું તને
તારે ચરણે એક દુખતી રગ મૂકું ?
હર શબદ પર થાય કે,પ્હોંચી ગયો
તો, પછી હું કઈ રીતે મારગ મૂકું ?
ભરત ભટ્ટ
No comments:
Post a Comment