લગાગાગા- 4 આવર્તન
======================
જીવનમાં એક તારા સંગનો સંસાર માંગું છું ,
તને મનમાં વસાવી એક તારો પ્યાર માંગું છું.
ન રાખી ખેવના મેં રૂપ કેરા કો ખજાનાની ,
પ્રશંસા સાદગીની થાય તે દિલદાર માંગું છું.
ગગનમાં એક પણ ના હોય વાદળ તો નથી વાંધો,
મિલન વખતે નયનમાં આંસુનો ઉભાર માંગું છું.
લઈને ફૂલ આવું પ્રેમના સનમાન રૂપે હું,
સુના આ હોઠને તુજ હોઠ નો ઉપહાર માંગું છું.
સજાવું ઘર તું અજવાળું કરી દે "શર્મિલા" દિલમાં,
તું પાયલ બાંધ પગમાં આંગણે ઝનકાર માંગું છું.
○○○○○ પિયુ પાલનપુરી (નરોત્તમ)
લેખન તા. 3 /2/ 2009 ♡♡
No comments:
Post a Comment