Sunday, 19 November 2017

ગઝલ

પ્રશ્ર્નો અઘરા જીવન કેરા સમજાયા સૌ એવા કેવા?
સંબંધોના તાણાવાણા વિખરાયા સૌ એવા કેવા?

વાતો કરતાં લાત વધી ગઇ, એકલવાયી રાત વધી ગઇ,
કાળમુખા શમણાંમાં આ જો ભરમાયા સૌ એવા કેવા?

ઘરમાં લે સંવાદ નથી કૈં, વિખવાદો નો પાર નથી કૈં,
ઈર્ષાના ટોળામાં સજ્જડ અટવાયા સૌ એવા કેવા?

લિપ્સાઓનો પાર નથી અહીં, માનવતાનો તાર નથી મહીં,
જાતિના વાડામાં અડબંગ વટલાયા સૌ એવા કેવા?

મનમાં માને મ્હાત કરે છે, ખુદના પગ પર ઘાત કરે છે,
પૈસા પાછળ પાગલ થ્યા છે રઘવાયા સૌ એવા કેવા?
ડો જિજ્ઞાસા

No comments:

Post a Comment