Sunday, 19 November 2017

અછાંદસ

ઉગે કશું કદાચ
ભીંજવી વાવુ.
મળે કશું કદાચ
નીકળી ચાલું.
ટળે કશું કદાચ
ખરાબી ભાળું.
ભળે કશું કદાચ
લાગણી વાળું.
શમે કશું કદાચ
અંજલિ છાંટુ .
મટે કશું કદાચ
જીરવી કાઢું.
તૂટે કશું કદાચ
થીગડી રાખું.
ફળે કશું કદાચ
"નીલ " ઉગાડી રાખું.

રચના:નિલેશ બગથરિયા
            "નીલ "

No comments:

Post a Comment