Sunday, 19 November 2017

ગઝલ

હું જ છું

આયનો  છે  ધૂંધળો  કે  હું જ છું?
દ્વારે  વાસ્યો આગળો કે હું જ છું!

ધોળાને  કાળા   કરી   થાકી  કલમ
જે  બળે છે, કાગળો, કે હું જ છું?

મૌન    પડઘાઇ   રહ્યું   આકાશમાં
સાદ દઉં છું સાંભળો, કે હું જ છું!

કોઈ  ના શક હું  જ છું આકાશમાં
સાખમાં  છે  વાદળો  કે હું જ છું!

હું  ગયો  ના  મંદિરે, આવ્યો ન તું!
હરિયા તું છે પાંગળો કે હું જ છું!

- હરિ શુક્લ

No comments:

Post a Comment