પાગલ થી કરવો પ્યાર તમારુ ગજુ નથી
જીવન થશે ખુવાર તમારુ ગજુ નથી
તજવા તમારા દ્વાર તમારું ગજું નથી
તલવાર ની છે ઘાર તમારું ગજું નથી
એ તો અમે તજીને ધરા આવીએ ગગન
થવુ એહદ ની બાર તમારું ગજું નથી
રેવાદો પક્ષ લેવો અમારો ભલા થઈ
દુશ્મન થશે હજાર તમારુ ગજુ નથી
'નાઝીર' ની જેમ હસ્તી મીટાવી નહી શકો
કરજો નહી કરાર તમારું ગજું નથી.
- શ્રી નાઝીર દેખૈયા...
No comments:
Post a Comment