રોવું છું પણ આંસુઓ આંખે નહીં,
કોઈ દિલના દર્દને જાણે નહીં.
તું ભણેલો હોય એનો અર્થ શું ?
વેદ વાંચે, વેદના વાંચે નહીં.
એજ સાચી લાગણી કે'વાય છે,
ખુદ ભલે બંધાય પણ બાંધે નહીં.
ભર સભામાં આંખ બોલે બેઉંની,
એ મલાજો કોઈનો રાખે નહીં.
ભૂત - ભાવિમાં રહે છે માણસો,
કોઈ દિન એ આજને માણે નહીં.
@ જયલા
No comments:
Post a Comment