Sunday, 19 November 2017

ગીત

*ગીત : તું વેલ*

ચાહી લે હો રી સખી એટલું તું મુજને જેમ મોરલિયો ચાહે કોઈ ઢેલ,
હું તરુનું થડયું તું વેલ...

ફિશકટ ફિગરમાં તને તાકું છું બગલા જેમ લાગતી તું તરતી કોઈ માછલી,
ઘરમાં જાતી તું ત્યારે લાગતું કે વાદળમાં ચાંદલો છુપાતો રાત પાછલી,

બેસી રહું છું એવી રાહમાં કે ક્યારે તારા હૈયાનું કે'ણ લાવે મેલ,
હું તરુનું થડયું તું વેલ...

છત પર જ્યાં સુકવવાં આવે છે વાળ તારા દિસે તું પૂનમનો ચાંદ,
રોમાંચે લ્હેરે છે રૂંવા મારા કે જાણે 'વા'થી પીપળનાં ઝૂલે પાંદ,

ભણી દે 'હા' તો હું ખવડાવવા લઈ જાઉં તને ડિનરમાં લારીની ભેલ,
હું તરુનું થડયું તું વેલ...

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment