વિધુરનું ગીત
ઝીલી રહ્યો છું નિત નવા હું અંદર ઝંઝાવાત;
તારા વિના દિવસ સૂના ને વિરહી ઊગે રાત.
કરમાયેલાં ફૂલ સમી આ બધી વેદના ઝુરે;
ક્યારે આવે પવન - લ્હેરખી અને ચેતના પૂરે.
મહાકાળનો બની કોળિયો સહયો મેં આઘાત.
ઝીલી રહ્યો છું ......
ઈચ્છાના હિંડોળે ઝૂલવું વસમું લાગતું મને;
છીનવી લીધી આંખ કનેથી દયા ન આવી જમને.
અંગ - અંગ ભરખી ગઈ એ ઘટના પૂરવની ઘાત.
ઝીલી રહ્યો છું .....
💐 દિલીપ વી ઘાસવાળા 💐
No comments:
Post a Comment