Thursday, 2 November 2017

છંદ

છંદ: સપાખરું
-સિદ્ધ ચારણ

કાળો ભેડીઓ ઓપેલ હાથે નાગ શોભે કાળોતરો
મિટાવા છોરું ના દુઃખ આવી મોરી માત
સુણીને અરજ આજ ચારણોની વારે આવી
વિણ કીધે જાણે માત મનડાની વાત

ભાવેથી ભેળીયાવાળી રાત-દિન તુને ભજુ
સંપત્તિ સંતતિ દેજે દેજે સૌને સુખ
આંહુડે કાપડે લટે કુંવાસી ની ભેળે આવે
મછરાળી મોગલ મરોડતી ન મુખ

મોગલ તું કોપે કાળી એટલી જ છો માયાળી
નદીમાં કવેણ કેતા થાપી તે તો નેર
અઢાર આલમ તને સાચા મને પૂજે આઈ
મૂકી હાથ માથે માડી કરજે તું મેર

'સિદ્ધ' ભોળાભાવે માડી લખે તારું સપાખરું
બિરદાવે ચારણ તને આ નાનો બાળ
જોરાળી તું એવી વળી કાળનું ન ચાલે જોર
ભીડ ટાણે છોરુની તું લેજે માડી ભાળ

No comments:

Post a Comment