Wednesday, 1 November 2017

ગઝલ

ગીત  - એક વિધુર નું....
ઝીલી રહ્યો છું હું કેટલા કારમા ઝંઝાવાત
તારા વિના દિવસ સુના ને વિરહી  રાત !

વેદના મારી કરમાયેલા ફૂલની જેમ ઝૂલે ;
ક્યારે વાસંતી લહેરખી ફરી  આવે ને ખુલે.

કાળનો બની ગઈ એ કોળીયો; સહ્યા મેં આઘાત
ઝીલી રહ્યો છું   હું  કેટલા  કારમા    ઝંઝાવાત.

મનની વાત મનમાં ભરી જીવવું વસમું મને લાગે ;
આંખ તને ખોળ્યાં કરે ને તું મારાથી દુર દુર ભાગે !

ભરખી ગઈ તને કયા જનમની દુઃખદ ઘાત ;
ઝીલી રહ્યો છું હું  કેટલા  કારમા  ઝંઝાવાત .

દિલીપ વી ઘાસવાલા

No comments:

Post a Comment